RMC ફિલ્ડ વર્કર ભરતી 2023: રાજકોટ મહાનગરપાલિકાની ફિલ્ડ વર્કર સંવર્ગની જગ્યા માટે વિવિધ કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ www.rmc.gov.in પર જઈને તારીખ 26-10-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- 27 જગ્યાઓ માટે ભરતી.
- એસ.એસ.સી પાસ સાથે અન્ય લાયકાત જરૂરી
RMC ફિલ્ડ વર્કર ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | RMC ભરતી 2023 |
પોસ્ટ નામ | ફિલ્ડ વર્કર |
કુલ જગ્યા | 27 |
સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
છેલ્લી તારીખ | www.rmc.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |

RMC ભરતી 2023 (રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023)
જે લોકો Rajkot Municipal Corporation ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અન્ય માહિતી નીચે મુજબ છે.
શૈક્ષણીક લાયકાત
એસ.એસ.સી. (S.S.C.) પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર કોર્ષ પાસ / સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી એચ.એસ.આઈ. (H.S.I.) ટ્રેડ પાસ.
પગાર ધોરણ
પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂપિયા 16,624/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ, IS-I, રૂપિયા 14,800-47,100/- આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
વય મર્યાદા
18 થી 33 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
પરીક્ષા ફી
બિનઅનામત અને બિનઅનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 500/- (પાંચસો) અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250/- (બસ્સો પચાસ પુરા) માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
નોંધ: ઉમેદવારો ભરતીની માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ વગેરે માહિતી નીચે આપેલ લીંક પરથી જુઓ અને પછી જ ઓનલાઈન અરજી કરો.
RMC ફિલ્ડ વર્કર ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો www.rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
RMC ફિલ્ડ વર્કર ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી છેલ્લી તારીખ : 26-10-2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |