Indian Navy એ 7 ઓક્ટોબર 2023થી શોર્ટ સર્વિસ કમિશન (SSC) ઓફિસર્સ એન્ટ્રીની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેને Indian Navy ની ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે.
ઇન્ડિયન નેવી ભરતી 2023
ભરતીનું નામ | ઇન્ડિયન નવી SSC Indian Navy |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગયાઓ | 224 |
છેલ્લી તારીખ | 29 ઓક્ટોબર 2023 |

Indian Navy Bharti 2023
Indian Navy એ શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારીઓના પ્રવેશ માટે વેબસાઈટ પર સૂચના જાહેર કરી છે. આ પોસ્ટ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ટેકનિકલની કુલ 224 જગ્યાઓ ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉમેદવારો 29 ઓક્ટોબર 2023 સુધી અરજી કરી શકે છે એટલે કે 7 તારીખથી લઈને 27 સુધી આ પ્રક્રિયા ચાલશે.
ઇન્ડિયન નેવી વેકેન્સી 2023
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ joinindianavy.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વધારે માહિતી મેળવવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટની તપાસ કરવી જોઈએ. તમે આ ન્યૂઝમાં આ પોસ્ટ માટે અરજી કરવા માટેની યોગ્યતા, સિલેક્શન પ્રક્રિયા અને ઉંમર મર્યાદા ચેક કરી શકો છો. અરજી ફી વિશે વાત કરીએ તો ઉમેદવારોએ આ પોસ્ટ માટે અરજી કરવા માટે કોઈપણ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે નહીં, આ પદ માટે રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રીમાં જ છે.
ઇન્ડિયન નેવી માં અરજી કેવી રીતે કરવી?
- અપ્લાય કરવા માટે ઉમેદવારો પહેલા ઓફિશિયલ વેબસાઇટ joinindianavy.gov.in પર જવું.
- વેબસાઇટ પર અપ્લાય કરતા પહેલા ઓફિશિયલ સૂચના વાંચવી.
- અપ્લાય સાથે જોડેલા ડોક્યુમેન્ટ્સ, સહી, ફોટો, આઈડી પ્રૂફ કાળજીપૂર્વક અપલોડ કરો.
- આ પછી સબમિટ કરેલા અરજી ફોર્મની ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ લો.
કુલ ખાલી જગાઓ અને નામ
જનરલ સર્વિસ (GS) માટે 40 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. જેન્ટ્સ અને લેડિઝ બંને ઉમેદવારો અરજી કરી શકે છે. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) માટે 08 જગ્યાઓ ખાલી છે. નેવલ એર ઓફિસર (NAOO) માટે 18 જગ્યાઓ નક્કી થયેલી છે. પાયલોટ માટે 20 અને લોજિસ્ટિક્સ માટે 20 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. નેવી એજ્યુકેશન બ્રાન્ચમાં કુલ 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય નૌકાદળની ટેકનિકલ ભાગોમાં જેન્ટ્સ અને લેડિઝની કુલ 100 જગ્યાઓ ભરવામાં આવશે.
લાયકાત અને વય મર્યાદા
આ પોસ્ટ માટે ઉમેદવારો પાસે 60 ટકા માર્ક્સ સાથે B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. તેને લગતું નોલેજ હોવું આવશ્યક છે. તેમજ MCA, B.Com. BSc, MCA ધારક હોવું આવશ્યક છે. ઉમેદવારોને ધોરણ 10 અને 12માં અંગ્રેજીમાં 60% ગુણ આવેલા હોવા જોઈએ.
આ ઉપરાંત જો આપણે ઉમેદવારોની ઉંમર વિશે વાત કરીએ તો તેમનો જન્મ 2 જુલાઈ 1999 પહેલા અને 1 જાન્યુઆરી 2005 પછી થયો ન હોવો જોઈએ. તે જ સમયે ATC માટેના ઉમેદવારોનો જન્મ 1 જુલાઈ, 2003 પછી થયો ન હોવો જોઈએ. વધુ માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લીક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લીક કરો |