PM Kisan Samman Nidhi Yojana Check Payment

By | October 25, 2023

PM કિસાન યોજના 15મો હપ્તો : ભારત સરકાર દ્વારા કિસાનોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ સરકારી યોજનાઓ બહાર પાડેલ છે. ખેડૂતો માટે કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા પણ ઘણી સરકારી યોજનાઓ થકી ખેડૂતને સહાય આપવામાં આવે છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન માન ધાન યોજના વગેરે. PM Kisan Samman Nidhi Yojana હેઠળ DBT (Direct Benefit Transfer) દ્વારા દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ 14 મા હપ્તાની રકમ તા-૨૭ જુલાઈ ૨૦૨૩ ના રોજ જમા કરવામાં આવ્યા હતા. ત્યારે ખેડૂત તરીકે તમારા ખાતામાં સહાય જમા થઈ કે નહિ? તેની માહિતી હોવી જરૂરી છે. આ આર્ટિકલ દ્વારા PM Kisan 15th Installment Beneficiary Status વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. 

PM કિસાન યોજના 15મો હપ્તો – હાઈલાઈટ્સ

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
વિભાગનું નામકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
શું લાભ મળે?રૂ. 6,000/- વાર્ષિક સહાય
કેટલા હપ્તા મળે?રૂ. 2000/- ના 3 હપ્તા
સત્તાવાર વેબસાઈટhttp://pmkisan.gov.in/

દરવર્ષે મળે છે 6000 રૂપિયા

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ નાણા ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં ત્રણ હપ્તા આપવામાં આવે છે. દરેક હપ્તો પ્રતિ 4 મહિને બહાર પાડવામાં આવે છે.

15માં હપ્તાનો લાભ લેવા માટે E-KYC જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) ના લાભો મેળવવા માટે, PM કિસાન પોર્ટલ પર જમીન સર્વેક્ષણ, બેંક ખાતાઓનું આધાર સીડીંગ અને e-KYC કરવું જરુરી છે. ખેડૂતો તેમના નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જઈને ઈ-કેવાયસી કરાવી શકે છે. નોંધણી માટે ખેડૂતો સત્તાવાર સાઇટ pmkisan.gov.in પર જઈ શકે છે. અરજી કરતી વખતે ખેડૂતોએ તેમનું નામ યોગ્ય રીતે દાખલ કરવું જોઈએ. ડોક્યુમેન્ટ્સમાં જે નામ હોય તે જ લખવું જોઈએ. ખાસ કરીને બેંક પાસબુકમાંથી સ્પેલિંગ તપાસો. આ સિવાય આધાર કાર્ડ નંબર પણ ચેક કરો. ફોર્મમાં ભૂલ હશે તો યોજનાનો ફાયદો નહીં મળે.

આ ખેડૂતોને નહીં મળે લાભ

જો કોઈ ખેડૂત બીજા ખેડૂત પાસેથી ભાડે જમીન લઈને ખેતી કરે છે. આવી સ્થિતિમાં તેને આ યોજનાનો લાભ મળતો નથી. પીએમ કિસાન યોજનામાં જમીનની માલિકી જરૂરી છે. તેમજ જો ખેડૂત અથવા તેના પરિવારમાં કોઈ વ્યક્તિ બંધારણીય પદ ધરાવે છે, તો તેને આ લાભ નહીં મળે. એટલું જ નહીં ડોક્ટર, એન્જિનિયર, સીએ, આર્કિટેક્ટ અને વકીલ જેવા પ્રોફેશનલ્સને પણ આ યોજનાનો લાભ નહીં મળે. ભલે તેઓ ખેતી કરતાં હોય. આ સાથે 10,000 રૂપિયાથી વધુ માસિક પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓને પણ આ લાભ નહીં મળે.

પોતાના આધારકાર્ડથી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  • PM-કિસાન પોર્ટલ https://pmkisan.gov.in ની મુલાકાત લો.
  • મુખ્ય મેનૂ પર “Farmers Corner” પર ક્લિક કરો.
  • ત્યાર પછી “Beneficiary Status” વિકલ્પ પસંદ કરો.
  • લાભાર્થી સ્ટેટસ ચેકિંગ પેજ પર, તમારો આધાર નંબર દાખલ કરવાનો વિકલ્પ શોધો.
  • ત્યાર પછી તમારો આધાર નંબર દાખલ કરો.
  • ત્યાર પછી સ્ક્રીન પર દેખાતા કેપ્ચા જોઈ પૂર્ણ કરો.
  • તમારા લાભોની સ્થિતિ “Get Data” બટનને ક્લિક કરીને પુનઃપ્રાપ્ત કરી શકાય છે.
  • હોમપેજ તમારું PM-કિસાન લાભાર્થી સ્ટેટસ અને 2023 14મો હપ્તો દર્શાવે છે.

મહત્વપૂર્ણ લિન્ક

લાભાર્થીનું લિસ્ટ ચકાસોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *