RBI withdraws Rs 2,000 notes from circulation

By | May 19, 2023

RBI withdraws Rs 2000; RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. RBI withdraws Rs 2000 ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવાનું બંધ કર્યું છે.

2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત, સર્ક્યુલેશન બંધ પણ ચલણમાં રહેશે, બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે

‘Clean Note Policy’ અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

RBI withdraws Rs 2000

પોસ્ટનું નામRBI withdraws Rs 2000
પોસ્ટ કેટેગરીસમાચાર
તારીખ19-05-2023, સમય: 7:10 pm
RBI વેબસાઈટwww.rbi.org.in

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે રૂ. 2000ની નોટ પાછી ખેંચશે. જોકે સાથે જ બેન્કે એમ પણ જણાવ્યું હતું કે, આ નોટની માન્યતા રદ્દ કરવામાં આવી નથી અને લીગલ ટેન્ડર તરીકે તે ચાલુ રહશે.

RBI note બહાર પાડે છે


RBI; હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.

નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય, પરંતુ હાલમાં બજારમાં 2000 રૂપિયાની બહુ ઓછી નોટો દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં ચલણમાં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો ઘટીને માત્ર 13.8 ટકા થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *