Rajkot Municipal Corporation Bharti 2023

By | August 21, 2023

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ 1) સામુહિક આરોગ્ય કેન્દ્રની વિવિધ સંવર્ગની કુલ ગેપ (ખૂટતી) પોસ્ટ નવી બાબત 2) શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવી જગ્યાઓ ઉભી કરવા અંગેની નવી બાબત 3) શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે અને આગાઉ મંજુર થયેલ ખાલી જગ્યાઓ માટે આપેલ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે તારીખ 29-08-2023, મંગળવાર સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 133 FHW, MPHW અને અન્ય જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

Rajkot Municipal Corporation Bharti 2023 / RMC Bharti 2023

ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત)

  • લાયકાત : સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ મુજબ) એમ.ડી. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઓબસ્ટ્રેક & ગાયનેકોલોજી અથવા એમ.એસ. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી) અથવા ડી.એન.બી. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ અને ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ અને કોમ્પ્યુટર, ગુજરાતી અને હિન્દી બંનેનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશન સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 11, સ્કેલ 67700-208700 મળવાપાત્ર થશે.
  • વય મર્યાદા : 21 થી 45 વર્ષ
  • પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 36 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

સ્ટાફ નર્સ

  • લાયકાત : એસ.એસ.સી. પરીક્ષા પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝીક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 19950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 2 સ્કેલ 19900-63200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

  • લાયકાત : એચ.એસ.સી. પરીક્ષા પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝીક જ્ઞાન ધરવતા હોવા જોઈએ. અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 19950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 2 સ્કેલ 19900-63200 માં સમાવવા અંગે વિચારના કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

અરજી ફી

બિન અનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

નોંધ: અરજી કરતા પહેલા જાહેરાત અવશ્ય વાંચો.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો www.rmc.gov.in વેબ સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી નિયમ મુજબ થશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ છેલ્લી તારીખ?

અરજી શરૂ તારીખ : 15-08-2023
અરજી છેલ્લી તારીખ : 29-08-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *