Manav Garima Yojana Beneficiary List Check Now

By | September 1, 2023

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023: Manav Garima Yojana Beneficiary List, માનવ ગરિમા યોજના અંતર્ગત જે અરજીઓ થયેલ હતી તેમાંથી ઓનલાઈન ડ્રો થયેલ હતો જેમાં લાભાર્થીઓનો સમાવેશ થયેલ છે તે યાદી તારીખ 18-08-2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના 2023 હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. જેની ઓનલાઈન ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

માનવ ગરિમા યોજના હેઠળ વર્ષ 2023માં કોમ્પ્યુટરાઈઝડ ડ્રોમાં પસંદ કરાયેલા લાભાર્થીઓની યાદી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-મુક્તિ પામેલી જાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર પ્રદાન કરવાની યોજના. ટૂલ્સ/ટૂલ કીટ આપીને ગુજરાત રાજ્ય અમલમાં છે. જેમાં અલગ અલગ વ્યવસાયો માટે નિયમો મુજબ ટૂકકીટ આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 કઈ રીતે ડાઉનલોડ કરવી?

સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાઓ.

ત્યારબાદ News / Notification Information ઓપ્શન પર જાઓ.

તેમાં “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” લખેલું હશે તેની સામેની બાજુ એક PDF ફાઈલ હશે તેના પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો.

લિસ્ટમાં તમારું નામ સર્ચ કરો.

લાભાર્થી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *