Latest Pre Monsoon Samachar

By | June 3, 2023

અંબાલાલ પટેલની આગાહી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 7થી 11 જૂન વચ્ચે પ્રિમોન્સુન દરમિયાન ધોધમાર વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારમાં આ દરમિયાન વીજળીના કડાકા સાથે વાવાઝોડું ફુંકાશે. એટલું જ નહીં આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાંતોના મતે આ પ્રિમોન્સુન બાદ ચોમાસુ બેસશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી અને વરસાદ આગાહી અંગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. આ અંગે વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું કહ્યું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શકયતા છે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડાવીની શકયતા છે.

રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે અમુક જિલ્લાઓમા ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, અત્યારે વિધિવત ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે. જોકે ટૂંક સમયમાં જ ચોમાસું કેરળ પહોંચી જશે. આ સાથે કેરળ બાદ ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત આવશે અને ગુજરાતમા વિધિવત ચોમાસાની શરૂઆત થશે.

વાવાઝોડાનીઆગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. જેને લઈ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શકયતા છે. આ તરફ હવામાને આગાહી કરી છે કે, 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બને તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમા ભારે વરસાદ પડવાની શકયતા રહેલી છે.

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 થી 9 જુન ચક્રવાત આવવાની શકયતાઓ રહેલી છે. જેને લઈ આજથી 5 દિવસ સુધી વરસાદની પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ તરફ ગુજરાતમાં ચોમાસાને લઈને અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.

હવામાન વિભાગ આગાહી

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આ તરફ હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયકલોનીક સિસ્ટમ સક્રીય થતાં 50 કિમીની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાવાની શકયતા રહેલી છે. જેને લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડુ અને વરસાદની આગાહી માટેઅહીં ક્લિક કરો
હવામાન વિભાગઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *