Havaman : હવામાન વિગતો નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતના 15 જિલ્લાઓ માં ભારે વરસાદ સાથે વાવઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતના બનાસકાઠા, સાબરકાઠા અને અરવલ્લી માં પડી શકે છે ભારે વરસાદ. અન્ય જિલ્લાઓમાં વરસાદની કેવી આગાહી કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

મિત્રો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે જેમાં મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાકની આ ભયંકર આગાહીના લીધે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. તપતા ઉનાળામાં અચાનક વરસાદનું આગમન થતાં ખેડૂતોને ભારે નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે.
જ્યારે અમુક વિસ્તારોમાં હજુ પાક ઉતારવાની કામગીરી ચાલી રહી છે તે સમય દરમિયાન વચ્ચે કરવામાં આવેલી આ આગાહી ખેડૂતોના દુઃખનું કારણ બની છે. જ્યારે એક તરફ રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે બીજી બાજુ અચાનક આવતી આગાહી.
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે?
વિભુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. તાપમાન સાવ નીચું હોવા છતાં બફારાનો અનુભવ થઈ રહ્યો છે. કારણ કે અરબી સમુદ્ર તરફથી વધુ ભેજ આવી રહ્યો છે. એજ કારણ છે કે લોકો નીચે તાપમાને પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે આગામી 5 દિવસ આવું જ વાતાવરણ યથાવત રહેશે.
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે આગાહી
- બનાસકાંઠા
- સાબરકાંઠા
- અમરેલી
- મહીસાગર
- અમદાવાદ
- ગાંધીનગર
- દાહોદ
- છોટાઉદપુર
- નર્મદા
- તાપી
- ડાંગ
- જામનગર
- રાજકોટ
- ભાવનગર
હવામાન વિભાગની સંપુર્ણ માહિતી | અહી ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |