LPG Gas e-KYC Process 

By | December 26, 2023

LPG Gas E-KYC: તમામ ઘરેલું ગેસ ગ્રાહકો માટે તેમના આધાર કાર્ડની ફોટોકોપી સાથે ગેસ એજન્સીમાં આવવું અને બાયોમેટ્રિક્સ દ્વારા તેમનું ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. LPG Gas E-KYC: હવે તમામ ગેસ ગ્રાહકોએ એલપીજી સબસિડી મેળવવા માટે ઈ-કેવાયસી કરવું પડશે. જે ઉપભોક્તા ઈ-કેવાયસી નથી કરતા તેમને સબસિડી મળવાનું બંધ થઈ શકે છે. આ માટે તમામ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારા તમામ ઉપભોક્તાઓનું ઈ-કેવાયસી કરવું જોઈએ.

LPG ગેસ ઈ – કેવાયસી કેવી રીતે કરાવી શકો છો ?

ગેસ એજન્સીમાં અત્યારના સમયમાં બાયોમેટ્રિક E – KYC  ચાલુ કરી દેવામાં આવી છે. અને તેની છેલ્લી તારીખ આવનારી 15 ડિસેમ્બર છે. જે વ્યક્તિ પાસે પોતાના ઘરે ગેસ કનેક્શન છે તેઓ ઇ કેવાયસી પોતાના આધારકાર્ડના ફોટાથી બાયોમેટ્રિક માધ્યમથી કરાવી શકે છે.

જો તમે ઘરે બેઠા એલપીજી ગેસ કનેક્શન અને સબસિડી માટે ઇ – કેવાયસી કરવા માંગો છો.તો અમારા લેખને અંત સુધી વાંચો જેમાં અમે તમને આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું.

LPG ગેસ ઈ – કેવાયસી કરવાની પ્રક્રિયા |  LPG Gas E-KYC Process

જો તમારે ઓનલાઇન E- KYC કરવું હોય તો-

  • સૌથી પહેલા તમારી પાસે જે કંપનીનું ગેસ કનેક્શન હોય તેની  સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર તમને ઇ – કેવાયસી નો વિકલ્પ આપવામાં આવશે. તેના પર ક્લિક કરો.
  • એના પછી તેમાં આપેલ માહિતી જેમકે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે તેને સબમિટ કરો.
  • હવે તેનું વેરિફિકેશન પ્રોસેસ શરૂ થઈ જશે.
  • અંતે તમારુ E- KYC આ ફાઈલમાં સબમિટ થઈ જશે.

ગેસ કનેક્શનમાં E- KYC કેમ છે જરૂરી ? 

તમારા ઘરમાં રસોઈ કરવા માટે જે ગેસ કનેક્શન છે તેમાં તમને સબસીડી મળે છે પરંતુ હવે આ સબસીડી મેળવવા માટે E- KYC કરાવવું પડશે. જેના માટે તમે પોતાના નજીકના ગેસ એજન્સીનો સંપર્ક કરીને આ સબસીડી માટેનું E- KYC કરાવી શકો છો. જો તમે આ નહીં કરાવો તો તમને ગેસ કનેક્શન પણ મળતી સબસીડી બંધ થઈ જશે.

LPG Gas E-KYC કરાવવાની છેલ્લી તારીખ

જો તમારા ઘરમા ગેસ કનેક્શન છે અને અત્યાર સુધી તેની સબસીડી તમને મળી રહી છે તો હવે સરકારે તે માટે એક નવો આદેશ બહાર પાડ્યો છે. જો તમારી પાસે એલપીજી ( LPG) નું ગેસ કનેક્શન છે તો સરકારે હવે તેમાં ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે, તેથી તમારે હવે ઇ – કેવાયસી કરાઈ લેવું જોઈએ.અને આ ની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *