How to Online GSRTC Pass 2023

By | June 9, 2023

How to Online GSRTC Pass 2023: એસ.ટી. પરિવહન ખૂબ જ મોટુ નેટવર્ક ધરાવે છે. ગુજરાત એસ.ટી. મા પણ હવે એ.સી. વાળી બસ, વોલ્વો બસ ,સ્લીપર બસ જેવી સારી બસની સુવિધા વાજબી ભાવમા આપવામા આવે છે. GSRTC તે (Online GSRTC Pass 2023) ના મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા આપે છે. હવેથી આ બન્ને પ્રકારના પાસ pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન કઢાવી શકાસે. આ મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે કેમ ફોર્મ ભરવુ તેની માહિતી જોઇએ.

બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે

ગુજરાત એસટી વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. એસટીની બસોમાં મોટી સંખ્યામાં પાસ ધારકો અપડાઉન કરતા હોય છે. પાસ કઢાવતી વખતે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે. હવેથી એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘર બેઠા પાસ મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી શકશે. Online GSRTC Pass 2023, એસટીની આ ઇ-પાસ સુવિધાનું આજે રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇ-પાસ સિસ્ટમ આગામી 12 જૂનના રોજ રાજ્યભરમાં અમલી થશે.

12 જૂનથી રાજ્યભરમાં થશે અમલીકરણ

વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મહત્વની ઈ-પાસ (Online GSRTC Pass 2023) સિસ્ટમનો ગાંધીનગરથી શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા.12 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભથી નવી ઇ-પાસ સિસ્ટમ અમલી થશે. એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે. રાજ્યની ડિજિટલ ક્રાંતિમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ થકી રોજિંદા ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ લાભ થશે.

GSRTC Online pass Link


GSRTC તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ ઓફર કરે છે.

  1. વિદ્યાર્થી મુસાફરી પાસ:
    • આ પાસ રાજયના શાળા/કોલેજોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામા આવે છે.
  2. કન્સેસન પાસ:
    • આ પાસ એસ.ટી. ના કાયમી મુસાફરો માટે છે. આ પાસ એવા મુસાફરો ને આપવામા આવે છે જે નિયમિત એસ.ટી. મા મુસાફરી કરે છે. જેમા તેમને ઓછા ભાવમા આખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામા આવે છે.
  3. પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના એસ.ટી. બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે GSRTC દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રોસેસ કરવી તેની માહિતી જોઇએ.

GSRTC Student Pass


વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • ત્યાર તમને 3 ઓપ્શન જોવા મળશે.
    • (1) STUDENTS 1 to 12
    • (2) ITI
    • (3) Other
  • તેમાથી તમને લાગુ પડતો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમા તમારી માંંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
  • તમારા મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.

Passenger Pass Online Application Form


એસ.ટી. મા નિયમિત મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે એસ.ટી. ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. pass.gsrtc.in વેબસાઇટ પરતેહે જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. Passenger Pass Online Application Form આ પાસ કઢાવવા માટેની પ્રોસેસ જાણીએ.

  • કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • ત્યારબા તેમા તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
  • માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
  • દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.
મુસાફરી પાસ ઓનલાઇન વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *