E-shram card Online Apply in Gujarat ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા અને અરજી કેવી રીતે કરવી

By | May 15, 2023

ઇ શ્રમ કાર્ડ 2023, ઘરેબેઠા કઢાવો ઓનલાઈન ફોર્મ ભરો : દેશના જેટલા પણ લોકો અસંગઠિત ક્ષેત્ર માં કામ કરે છે,કેન્દ્ર સરકાર એનો એક ડેટાબેઝ તૈયાર કરી રહી છે. જેવી રીતે વન નેશન વન રેશનકાર્ડ યોજના નું નામ તમે સાંભળ્યું હશે તેના દ્વારા સમગ્ર દેશમાં એક જ રેશનકાર્ડ લાગુ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ઈ – શ્રમ કાર્ડ દ્વારા કેન્દ્ર સરકાર એક આંકડો મેળવવા માંગે છે કે દેશમાં કેટલા લોકો અસંગઠિત ક્ષેત્ર (પ્રાઇવેટ ક્ષેત્ર) માં કામ કરી રહ્યા છે.

ઇ શ્રમ કાર્ડ ઓવરવ્યું

વિભાગનું નામશ્રમ અને રોજગાર મંત્રાલય
પોસ્ટનું નામઇ શ્રમ કાર્ડ 2023
અરજી પ્રકારઓનલાઈન રહેશે
લાભ કોણ લઈ શકેદેશના કોઈપણ અસંગઠિત ક્ષેત્રના લોકો
શરૂ થયાની તારીખ26 ઓગસ્ટ 2021
કેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું27 કરોડ
ઓફિશિયલ વેબસાઈટwww.eshram.gov.in

ઇ શ્રમ કાર્ડના ફાયદા

  • જો તમે ઇ શ્રમ કાર્ડ માટે અરજી કરો છો તો તમને આધારકાર્ડ ની જેમ એક યુનિક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ પર એક UAN નંબર આપવામાં આવે છે.
  • ઇ શ્રમ કાર્ડ મેળવ્યા પછી PM વીમા સુરક્ષા યોજના નો લાભ આપવામાં આવે છે અને સરકાર 1 વર્ષ સુધી તેનું પ્રીમિયમ પણ ભરશે.
  • ભવિષ્યમાં કામદારો માટે કોઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવે છે તો તેનો સીધો લાભ ઇ શ્રમ કાર્ડ ધારકોને મળશે.
  • નવા રોજગાર ના અવસરો પ્રાપ્ત થશે.
  • તમારા જોડે ઇ શ્રમ કાર્ડ હશે તો તમે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના માટે પણ ફોર્મ ભરી શકશો.
    ઇ શ્રમ અને NCS (નેશનલ કેરિયર સર્વિસ) નું એકીકરણ કરવાથી હજારો ઇ શ્રમ કાર્ડ ધારકો ને રોજગાર ની નવી તક મળી છે.
  • આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં વ્યક્તિને એક વર્ષ માટે રૂ. 2 લાખની સહાય અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.1 લાખની સહાય.

ઇ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે? | e sharam online apply

  • વ્યક્તિ ની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
  • વ્યક્તિ અસંગઠિત ક્ષેત્ર માં કામ કરતો હોવો જોઈએ.
  • આવકવેરો ન ભરતો હોવો જોઈએ

ઇ શ્રમ કાર્ડ માટે ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • બેંક પાસબુક
  • લાઈટ બીલ
  • મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિંક કરેલ હોવો જોઈએ.

ઇ શ્રમ કાર્ડ ઓનલાઈન રજિસ્ટ્રેશન

  • ઇ શ્રમ કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ પોર્ટલ www.eshram.gov.in પર જવુ પડશે.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ Register On Eshram ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે સેલ્ફ રજિસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે.
  • સૌ પ્રથમ તમારે આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.
  • ત્યારબાદ જે Captcha Code આપેલો છે તે ભરો અને Send Otp પર ક્લિક કરો.
  • હવે તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો તો તેના પર એક OTP આવશે તેને બોક્સમાં એન્ટર કરો.
  • ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો બોક્સમા √ નિશાની ટિક કરો.
  • હવે છેલ્લા સ્ટેપમાં તમારે ઇ શ્રમ કાર્ડ બનાવવા માટે જે માહિતી માંગેલી હોય તે સચોટ રીતે ભરો, જેવી કે

વિગતવાર માહિતી

  1. આધારકાર્ડ
  2. વ્યક્તિગત માહિતી
  3. સરનામું
  4. શૈક્ષણિક લાયકાત
  5. તમારા રોજગાર અથવા કૌશલ્ય ની માહિતી
  6. બેંક ડિટેલ્સ
  • આ તમામ વિગતો ભર્યા બાદ Submit બટન પર ક્લિક કર્યા બાદ નવા પેજમાં “Download UAN Card’ પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ઇ શ્રમ કાર્ડ ખુલશે.
  • છેલ્લે Download UAN Card પર ક્લિક કરવાથી તમે તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *