Driving Licence Online Apply Form

By | June 2, 2023

Driving Licence Online Form: સમગ્ર ભારતમાં વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. વ્યક્તિએ સૌપ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે ત્યારબાદ તે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકે છે. ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ, 1988ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઈવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઈવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ની યોગ્યતા

  • ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
  • ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો 8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ
  • સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઈસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઈટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાન વેરો, કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લીપ અથવા અરજીકર્તાનું સોગંધનામું સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.

ગુજરાત ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ માંથી ‘Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન ‘Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
  • નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenicate With Sarathi’ પર ક્લિક કરો.
  • હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
  • છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.

ડ્રાઇવિંગ લાયસન્સ ફી

  • લર્નિંગ લાઈસન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. લર્નિંગ લાઈસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી + રૂ. 150 વાહનની કેટેગરી દીઠ આપવા જરૂરી છે.
  • સ્માર્ટ કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રૂ. 200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ. 300 ડ્રાઈવિંગ લાઈસન્સ માટે આપવા જરૂરી છે.
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો
Category: Apk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *