Cyclone Biparjoy Live Update

By | June 14, 2023

બિપોરજોય વાવાઝોડું | Monsoon Update Live | Monsoon Update  | Monsoon Update in Gujarat | Ambalal Patel Ni Agahi 2023 | ચોમાસુ તોફાની બનશે | ચોમાસુ અપડેટ

બિપોરજોય વાવાઝોડું | ચોમાસુ અપડેટ | Monsoon Update Live : અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.દરિયા કાંઠાના વિસ્તારોમાં જોરદાર અસર વર્તાઈ રહી છે.આગામી 36 કલાક ગુજરાત માટે ભારે લાગી રહ્યા છે. પંજાબમાંથી પણ 5 NDRFની ટીમ એર લિફ્ટ કરાઈ છે.

જ્યારે તામિલનાડુની 5 NDRFની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે.સાથે જ આર્મીની ટીમ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગરથી દ્વારકા પહોંચી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.

બિપરજોય વાવાઝોડુ: ગુજરાત માટે 36 કલાક અતિભારે વરસાદની આગાહી

સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

ત્યારે જામગર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજ્યના 51 તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જેમાં ખંભાળિયામાં સવાત્રણ, મેંદરડામાં, ઉપલેટા અને જૂનાગઢમા ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અમરેલી અને જામનગર જિલ્લામાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો.તેમજ વલસાડ અને ભચાઉમાં ભારે પવન સાથે ધોધામાર વરસાદ વરસતા હાઇવે પર પસાર થતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.

રાપરના ખેંગાર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ત્યારે હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.16 જુન સુધી કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વાવાઝોડાને લઈ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાંની પરિસ્થિતિને પગલે નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોને અપિલ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે વાવાઝોડાંને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા ગોઠવી છે.

ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત અને પુનઃવ્યવસ્થાપન માટેનું આયોજન સુનિશ્ચિત કરી લીધું છે. તેમજ કહ્યું કે, રાજ્ય સરકારે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાનું પાલન કરો. ખાસ કરીને ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે ઘરમાં જ રહો બહાર નિકળવાનું ટાળો, વૃક્ષ નીચે, થાંભલા નીચે કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો, વીજ ઉપકરણોને અડવું નહી, વીજ થાંભલાથી દૂર રહેવું, જરૂરીયાતના સમયે સ્થાળાંતર માટે તંત્રને સહયોગ કરો તેમજ તંત્રની સૂચનાનું પાલન કરો.

કેન્દ્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડની જાહેરાત

વાવાઝોડું ‘બિપરજોય’ સતત આગળ વધી રહ્યુ છે.ત્યારે કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાને લઈને સતત અપડેટ મેળવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. અમિત શાહે વાવાઝોડાને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી હતી, જેમાં ફાયરબ્રિગેડનું આધુનિકીકરણ, પૂર નિયંત્રણ અને ભૂસ્ખલનની ઘટનાઓને રોકવાનો સમાવેશ થાય છે.

હાલ બીપરજોયનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખડેપગે છે.ઉપરાંત વાવાઝોડાનો સૌથી વધુ ખતરો છે એવા કચ્છ અને દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના એક-એક મંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત છે. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરિયાને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે,

જ્યારે દ્વારકામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે કચ્છમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, જ્યારે દ્વારકામાં પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત છે જેઓ વાવાઝોડાની હલચલ પર સતત નજર રાખી રહ્યા છે.

નુકસાનને ઘટાડવા માટે રાજ્ય સરકાર આફત પહેલા જ એલર્ટ બની

સંભવિત આફતમાં કેઝ્યુલિટી અને નુકસાનને ઘટાડવા માટે રાજ્ય સરકાર આફત પહેલા જ એલર્ટ બની છે. સ્વભાવિક છે કે, કુદરતી આફતને રોકવી મુશ્કેલ છે. પરંતુ, આફતના કારણે થનારા સંભવિત નુકસાનને જરુરી ઘટાડી શકાય તેમ છે. ત્યારે રાજ્ય સરકાર દરિયાકાઠાના 0 થી 5 કિમીના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.દરિયાકાંઠે રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.

દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસ રદ તો 60ના રૂટ ટૂંકાવાયા

રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન “બિપરજોય”ને કારણે વાહન-વ્યવહાર પર અસર પડી રહી છે. જેમાં ગુજરાત ST નિગમ અને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઈને બસો અને ટ્રેનો રદ સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. તેમજ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં ST નિગમ વિશે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરવામાં આવી છે, તેમજ કેટલાક રૂટ ટૂંકાવામાં પણ આવ્યા છે. 16 જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300થી 350 બસો રદ કરવામાં આવી છે,

જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે.આ ઉપરાંત દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તો બીજી તરફ મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

જ્યારે કેટલાક સ્ટેશનો સુધી જ ટ્રેનો ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી ઉપડતી ટ્રેનો હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી ઉપડશે. કુલ 25 જેટલી આવી ટ્રેનો જે ઓખા અને પોરબંદરથી અન્ય રાજ્યો તેમજ શહેરોમાં જાય છે તે આ ત્રણ સ્ટેશન ઉપરથી ઉપડશે, તેઓ નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો

બિપરજોય ટ્રેકરઅહીં ક્લિક કરો
ગુજરાતમાં ચોમાસાની માહિતી માટેઅહી ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહી ક્લિક કરો
Category: Apk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *