મેઘરાજા છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યાં છે.. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમેકાદાર ઈનિંગ શરૂ કરી છે.. ત્યારે અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે.. અંબાલાલ પટેલનું કહેવુ છે કે રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે.. આ સાથે જ વાવઝોડાની સિસ્ટમ પણ સક્રિય થઈ છે.. જે વિનાશને નોતરી શકે છે..

150 કિ.મી ઝડપે ફુંકાશે પવન
અંબાલાલ પટેલે કહ્યું કે ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં જે વાવઝોડું દસ્તક દેશે તે વિનાશક હોય શકે છે.. એ દિશામાં પણ અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ છે.. આ દરમિયાન 150 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. અને વિનાશ નોતરી શકે છે..
જાણો ક્યાં વિસ્તારોમાં ધાબડી પડશે
આ સિસ્ટમ બંગાડીની ખાડીમાં અત્યારે સક્રિય થઈ ગઈ છે.. જે ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં ટકરાશે.. આ દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.. આગામી 12 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે..
નવી જે સિસ્ટમ સક્રિય થઈ છે તે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.. આગામી 27 અને 28 તારીખે સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે.. આ સાથે જ કચ્છમાં પણ વરસાદ પડશે…
અંબાલાલ પટેલની આગાહી
અરબસાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થું છે તે વાવાઝોડુ 4થી 12 ઓક્ટોબર દરમિયાન ઉપસાગરમાં સક્રિય થશે.. આમ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોર જોવા મળશે.. આગાહી મુજબ ચોમાસુ આ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થયા બાદ વિદાય લે તેવી સંભાવના છે..